દુનિયાનો બાગ
દુનિયાનો બાગ
આ દુનિયાના બાગમાં ઊગે નીત નવા છોડ
કોઈ બાવળ બની કાંટા ચુભવે
કોઈ આંબો બનીમધ મીઠા ફળ આપે
તો કોઈ કડવો લીમડો બની મીઠોછાયડો આપે
કોઈ મોગરો બની મહેકે
તો કોઈ ગુલાબ બની ભગવાનના શિરે જાય
કોઈ ચંપો બની સુંગંધથી છલકાય
તો કોઈ મધુ માલતી બની મલકાય
કોઈ ડોલર બની સુંગંધથી દિલ ડોલાવી જાય
તો કોઈ રણનો થોર બનીને રહીજાય
પાણી જમીન તો બધા ને મળે
તોય આવું કેમ થાય ?
ગુલાબ મોગરા ડોલરને મળ્યા આ પ્રેમાળ માળી
જેથી કાળજીથી જીવન મહેકાવી જાય
બાવળને થોરની નથી કોઈ કાળજી લેવાવાળા
એનું જીવન એળે જાય
બનો પ્રેમાળ અને ખંતીલા માળી
સંતાનોમાં સિંચન કરો સદગુણોનો
તમારો જીવન બાગ મહેકી જાય