STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

દીવાદાંડી

દીવાદાંડી

1 min
565

સમદર કિનારે સ્થાન શોભાવે દીવાદાંડી,

સમયાંતરે વળી પ્રકાશ ફેલાવે દીવાદાંડી.


પથ ભૂલેલાને કિનારો બતાવે દીવાદાંડી,

ઉન્નત આભને એ વાતો કરાવે દીવાદાંડી.


સતત ફરતી પ્રતિક છે જે કર્મયોગી તણું,

અંધારી રાતમાંય પ્રકાશ ફેલાવે દીવાદાંડી.


અન્જાન જહાજને કદી ગુરુસમ ભાસતી,

એને અબ્ધિ જળ સંગાથે ફાવે દીવાદાંડી.


છે કિનારા તણું ઝાકમઝોળ ઘરેણું સ્થિર,

તમસમાં જ્યોતિને એ ઝબકાવે દીવાદાંડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational