STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

મોજમાં રહેવાનું

મોજમાં રહેવાનું

1 min
561

ઉદાસી ભરેલી સાંજ છે,

પણ શાને, કાયમ રડવાનું ?

સવાર, નવી ફરી ઊગશે,

ઉત્સાહથી, એમ જીવવાનું,

આપણે તો, મોજમાં રહેવાનું !


દાંત આપ્યાં તો, ચાવણું પણ આપશે,

ચિંતાથી, શાને મરવાનું ?

અલગારી થઈ, ફરવાની છે મઝા,

કોઈની પંચાતમાં, નહીં પડવાનું,

આપણે તો, મોજમાં રહેવાનું !


ગતિમાન ધરતી ‘ને, ગતિમાન છે નક્ષત્રો,

દુનિયામાં, ભ્રમણ કરવાનું,

ભીતરનાં માંહ્યલાને સ્થિર કરીને,

જીવન એમ, જીવી જવાનું,

આપણે તો, મોજમાં રહેવાનું !


રોજ રોજ, મરીએ છે જીવીને,

જીવન, એમ શું જીવવાનું ?

“ચાહત” મનની, પુરી કરીને,

જીવન એમ, સાર્થક કરવાનું,

         આપણે તો, મોજમાં રહેવાનું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational