નવાઈ !!!
નવાઈ !!!
આજે પાછળ વળીને જોયું તો નવાઈ લાગી ગઈ....
જાણે કેવી રીતે એ ક્ષણો નેં હું પાર પાડી ગઈ ?
કોઈ તો શક્તિ હતી જે મારો સાથ આપી ગઈ....
વિચારી ને એ દિવસો નેં આજે અશ્રુઓ ની ધાર વહી ગઈ.... કદાચ મારા પ્રભુનાં જ સહારે ત્યારે હું આગનો એ દરિયો પાર કરી ગઈ....
મુસીબતો ને તકલીફો ના પહાડો ને હું કાપતી જ ગઈ.... આજે જયારે જીવન માં સુખ અને શાંતિ ની વધામણી થઈ ગઈ....
ત્યારે પાછળ વળીને જોયું તો નવાઈ થઈ ગઈ.... જાણે કેવી રીતે એ ક્ષણોને હું પાર પાડી ગઈ ?
