પ્રાર્થના
પ્રાર્થના
કોઈક તો વર્ષ હશે જે તમારું છેલ્લું વર્ષ હશે,
કોઈક તો મહિનો હશે જેમાં તમારો કાળ તમને મળશે,
કોઈક તો તારીખ હશે જે તમારા ફોટા સામે લખાશે,
સાત વારોમાંથી કોઈક તો વાર હશે જેમા અણધાર્યુ થશે,
ઘડીયાળનાં બારે ટકોરામાંથી કોઈક તો સમય હશે જ્યારે તમારી છેલ્લી ધડકન હશે,
કોઈક તો બહાનું હશે જે કદી વિચાર્યું પણ ન હશે,
કોઈક તો એવી પરિસ્થિતી હશે જે મનથી વિપરીત ઘડાશે,
બસ એજ પ્રાર્થના રોજ કરુ છું, કે હે પ્રભુ ! અંત સમય તો નિશ્ચિત છે સહુનો,
પણ જયારે આવશે એ સમય નજર સામે ત્યારે હાથ અમારો જકડીને પકડી રાખજે.
જોજે તારો બાળક રડે નહી, અંત સમયે એ ડરે નહીં,
ભૂલોને મારી તું માફ કરી લેજે, તારા શરણે તું મને લઈ લેજે.
