મૃત્યુ
મૃત્યુ
નથી ખબર કયો એ વાર અને કયો દિવસ હશે,
અંત સૌનો નિશ્ચિત છે બસ કારણ સૌના અલગ હશે.
પડવાની બીકથી આપણે ચાલવાનું છોડ્યું નહીં,
એમ મરવાની બીકથી આપણે જીવવા નું છોડીએ નહીં.
જીવનરૂપી પુસ્તકના કોણ જાણે કેટલા પાના,
ફરી ગયેલા પાનાઓને ફરી પાછા નથી લખાતા.
એટલે જ તો રંગીન કરતા રહો વીતી રહેલા આ પાનાઓને,
જેથી પસ્તાવો ન થાય તમને તમારા છેલ્લા પાનાના અંતે.
