પપ્પા....
પપ્પા....
ઘણા વર્ષો વીતિ ગયા તોય આંખો આજે પણ ભીંજાઈ જાય છે....
જયારે રસ્તા પર ચાલતાં તારા જેવા જ ચેહરાનેં જોઈ ને પપ્પા તારી યાદ બહુ આવી જાય છે....
મારા બાળકોને જયારે એના પપ્પા લાડ લડાવે છે...ખોળા માં બેસાડીને એમને ખુબ પંપાળે છે... તારા ખોળા માં વીતાવેલી ત્યારે એ ક્ષણો દેખાઈ જાય છે... પપ્પા ત્યારે તું મને બહુ યાદ આવી જાય છે....
સાંજ થાતી ને તારી વાટ જોતી મારી આંખો... તે આપેલી જનસોથી ભરાતાં એ મારા હાથો... આજની આ સાંજે જ્યારે મારા બાળકો નાં હાથો એનાં પપ્પા એ આપેલી જનસથી ભરાઈ જાય છે.... તારી દીકરી નાં હાથો સાવ ખાલી જ રહી જાય છે... ત્યારે તું પપ્પા મને બહુ યાદ આવી જાય છે...
ઘણા વર્ષો વીતિ ગયા તોય આંખો હજી પણ ભીંજાઈ જાય છે...
પપ્પા જયારે તારી બહુ યાદ આવી જાય છે....
