સ્ત્રી
સ્ત્રી
જળવાય છે માન મર્યાદા સ્ત્રી થકી,
પરિવારની નાવ ચાલે સ્ત્રી થકી.
સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવે,
નહિતર નર્ક સમાન છે ઘર કંકાસ થકી.
અન બન થયાં રાખે જીવનમાં,
તો પણ હસતું મોઢું રાખે વાતને ભૂલી.
આવે જો ક્યારેય આફત પરિવાર પર,
સર્વસ્વ લૂંટાવી દે પોતાના માની.
માન અપમાન સહન કરીને રહે ઢાલ સમાન,
મારા પર આપતી હોજો ઈચ્છે પરિવારની સલામતી.
અલ્પા નિર્મળ "અમી"
