શ્રાવણ માસે.
શ્રાવણ માસે.
શ્રાવણ માસે શિવને ભજીએ હેત હૈયામાં લાવીને.
શ્રાવણ માસે શિવને ભજીએ પંચાક્ષરને ઉચ્ચારીને.
નાથ ભોળા સદાશિવ, અવઢરદાની આશુતોષ હર,
શ્રાવણ માસે શિવને ભજીએ જળધારે રીઝાવીને.
કરતા જે સદૈવ રટણ રામનામનું મહાદેવ અવિનાશી,
શ્રાવણ માસે શિવને ભજીએ બિલ્વપત્ર ચઢાવીને.
ઈપ્સિત વરદાતા શિવશંકર મનોકામના જે પૂરનારા,
શ્રાવણ માસે શિવને ભજીએ સ્તુતિ સ્તોત્રપાઠ કરીને
ભાવભૂખ્યા ભગવંત ભોળા ભૂજંગભૂષણ ભયહારી,
શ્રાવણ માસે શિવને ભજીએ શંખ ઘંટને બજાવીને.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
