STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શોધું છું

શોધું છું

1 min
644

માણસની ભીતર માણસાઈ શોધું છું

કોઈ નવી, આ રીતથી સગાઈ શોધું છું


અબળા પર અત્યાચાર અટકાવી શકે

કોઈ યુવાનમાં એવી દીવેલાઈ શોધું છું


ભગવાન મળે ન મળે વાત નસીબની

કોઈ સહૃદયી એવાં બહેનભાઈ શોધું છું


ઝાઝી કીડીઓ સાપનેય હરાવી શકતી,

સંપ સહકારની એવી સલુકાઈ શોધું છું


આપી શકે ક્ષમા બક્ષિસ ગુનાઓ ભૂલી

બદલો ભૂલી શકે એવી ભલાઈ શોધું છું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational