STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શરણે આવ્યાં

શરણે આવ્યાં

1 min
594

કામક્રોધાદિક અમે છોડીને માડી તારે શરણે આવ્યાં,

ભાવે જુગલ હાથ જોડીને માડી તારે શરણે આવ્યાં.


જગજંજાળે ખૂબ લલચાયાં, ફસાયાંને પીડાયાં કેવાં !

ભૂલ્યા ત્યાંથી પાછા મોડીને માડી તારે શરણે આવ્યાં.


માફ કરો અપરાધ અમારા જગન્માત કરુણા લાવીને,

આખરે માનવમતિ છે થોડીને માડી તારે શરણે આવ્યાં.


ભવસાગરમાં ડૂબતાને તારોને માવડી બાવડી ઝાલીને,

વિનવીએ ભગવતી રાગ ટોડીને માડી તારે શરણે આવ્યાં.


વરસાવો મૈયાં અમીદ્રષ્ટિ બાલુડાં પર મમતામયી મા,

થાક્યાં અર્થ કાજે દોડી દોડીને માડી તારે શરણે આવ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational