STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

પ્રાર્થનાની શરુઆત.

પ્રાર્થનાની શરુઆત.

1 min
389

શબ્દો સઘળા શમી ગયા ને પ્રાર્થનાની શરુઆત થઈ,

ઓષ્ટ દ્વય બીડાઈ ગયા ને પ્રાર્થનાની શરુઆત થઈ,


મન થયું વિહ્વળને વ્યાકુળતા વધતી રહી નિરંતર કેવી,

રખે ઈશ હૈયે સમાઈ ગયા ને પ્રાર્થનાની શરુઆત થઈ,


પ્રગટ્યા દીવા બત્રીસ કોઠે રોમાવલિ પુલકિત થઈ રહી,

દુન્વયી નાતા હરાઈ ગયા ને પ્રાર્થનાની શરુઆત થઈ,


સ્થાન ઓષ્ઠનું ચક્ષુઓ લઈ બેઠાં વરસતાં અનરાધારે,

મનોરથ બધા ભૂલાઈ ગયા ને પ્રાર્થનાની શરુઆત થઈ,


વાણી બની અચેતન મૂકભાષા પ્રગટી ઈશને ગમનારી,

ઉરઓરડા છલકાઈ ગયા ને પ્રાર્થનાની શરુઆત થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational