પ્રાર્થના
પ્રાર્થના
હૃદયનાં દ્વાર ને ખોલી ને તો જુઓ,
ઈશ્વરની પ્રાર્થના તો કરજો,
રોમ રોમમાં અનુભવ તો કરજો,
શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રાર્થના તો કરજો,
હૃદયમાં શાંતિનો પ્રવાહ તો જોજો,
ચિત્તમાં આનંદની વૃદ્ધિ તો જોજો,
ચારિત્ર્ય હંમેશા શુદ્ધ તો રાખજો,
વ્યસનોથી હંમેશા દૂર તો રહેજો,
કર્તવ્ય પરાયણ વ્યક્તિ બનજો,
સેવાનો મહામંત્ર જીવનમાં રાખજો,
ઈશ્વર કૃપા રહે કે ના રહે,
ઈશ્વરની નિત્ય પ્રાર્થના કરજો.