પ્રાર્થના કે બંદગી
પ્રાર્થના કે બંદગી
કહો પ્રાર્થના કે કરો બંદગી;
હો, ખુશહાલ સૌની જિંદગી.
સમજણ પામું હું તો એટલી,
સુખની ચપટી ભરું ખપ જેટલી.
હોય, દુંદાળી મસમોટી હાલાકી,
છલોછલ રહે આશાની હોડકી.
છે મોજ કરવાની દિવાનગી,
મળે ઈચ્છાઓને પરવાનગી.
