STORYMIRROR

Kunjal Chhaya

Inspirational

2  

Kunjal Chhaya

Inspirational

તારી ઊણપ વર્તાણી

તારી ઊણપ વર્તાણી

1 min
14K


આંસુથી આંખ ભીંજાણી,

બે ક્ષણ તારી ઊણપ વર્તાણી...

આંસુથી…  બે ક્ષણ…

 

ઝળઝળિયાંમાં તારી છબી દેખાણી;

ને વિતેલી ઘડીઓ એમાં શોધાણી.

આંસુથી… બે ક્ષણ…

 

હજુ કેટલીય વાતો નથી કહેવાણી,

તું ગયો અંતરો દૂર, સ્મૃતિઓ નથી ધોવાણી.

આંસુથી… બે ક્ષણ…

 

મન ભારી થયું, થોડી ગભરાણી,

ને ફરી આશાઓ શમણે બંધાણી.

આંસુથી… બે ક્ષણ…

 

હશે, કૈંક કેટલીય કહાનીઓ રચાણી,

એમ જ વિરહ વેદના થકી ગઝલો લખાણી.

આંસુથી… બે ક્ષણ…

 

 

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational