STORYMIRROR

Kunjal Chhaya

Inspirational Others

3  

Kunjal Chhaya

Inspirational Others

ચકલી તું આવ

ચકલી તું આવ

1 min
13.9K


ચકલી તું આવ મારાં આંગણીયે રમવા,

લીમડાની ડાળે હીંચકવા રે.


લીલો છે લીમડો ને રાતો બેઠો ચંપો,

મહેકતા મોગરા ખીલ્યા છે.


તુલસીનાં માંજર નિરાંતે ચણ જે,

પાણીના કોડિયાં મેં ભર્યાં છે.


સૂકાં તલખડાં માળે લઈ જાજે,

ઊંચે આકાશે સુખે મ્હાલજે.


કલરવતી 'કુંજ' હોંશે તને નિમંત્રે,

તું તો મારા બાગની રંગત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational