STORYMIRROR

Kunjal Chhaya

Inspirational Classics

3  

Kunjal Chhaya

Inspirational Classics

દીકરીની વિદાય

દીકરીની વિદાય

2 mins
14.7K


ધન્ય થઈ તારી કોખે લઇ જન્મ; ઓ મારી માતા,

ધન્ય થઈ મેળવી લાડ તમારો; ઓ મારા પિતા,

આજે જઇ રહી છું બની પારકી,

ત્યારે, એક જ છે આશ ને ઇચ્છા…

કે હે પ્રભુ!

કે આવતે જનમ તમારી જ દીકરી બની અવતરું…

પાછી વળી જોઉ છું આજે,

તમારી આંગળી જાલી હજુ ગઇ‘તી નિશાળે; ઓ મારા પિતા,

યાદ છે મને, પહેલીવાર જ્યારે મેં શીખી‘તી રસોઇ,

તે સમયનો તારો ઉમંગ ઓ મારી માતા,

પરિવારનો સાથ ‘ને કુટુંબની માયા,

ભાઇ બહેનો સાથ કરેલી તહેવારોની ઉજાણી,

દાદાનો વહાલ ‘ને દાદીની છત્ર–છાયા,

નાનાના કોડ ‘ને નાનીની માયા,

છું કાકાઓની લાડ્કી, ’ને મેળવી કાકીઓની મમતા,

લઇ જાવું છું મામાનુ મામેરું ને મામીની લાગણી,

ફોઇ – માસીની પ્રેમ અને સંસ્કાર ભરેલી શિખામણો,

માનું છું પોતાને કે છું હું નસિબદાર્!

ગર્વ છે લઇ જનમ આવા કુટુંબમાં,

ત્યારે, એક જ છે આશ ને ઇચ્છા…

કે હે પ્રભુ!

કે આવતે જનમ તમારી જ દીકરી બની અવતરું…

મારા જીવનના દરેક નિર્ણય સહર્ષ સ્વીકારી,

દીકરીને તમે દીકરો બનાવી,

સાબિત કર્યુ છે નથી એ પારકી, છે પોતાની,

કાલથી બદલાવીશ અટકનું અસ્તિત્વ્,

માગું છું આશિષ, મૂકી માથું ખોળામાં તમારી,

કે આપજો મને એ શક્તિ,

કે અજવાળી શકું 'નવું તેજ પૂંજ' મારા સાસરિયાંનું,

ત્યારે, એક જ છે આશ ને ઇચ્છા…

કે હે પ્રભુ!

કે આવતે જનમ તમારી જ દીકરી બની અવતરું…

લઇ જાવું છું સંસ્કાર, અને અખૂટ પ્રેમનું ભાથું,

સંભાર્ણાનુ પોટલુ મારા આણાંમાં,

ખબર છે હું જ્યારે ફરી આવીશ,

ડેલીએ રાહ જોતાં તમને ભાળીશ,

ઓ મારા માતા – પિતા,

આપ્યો છે ફરી જન્મ, આપી કન્યાનું દાન મારું,

ન હતી અધૂરી,

પણ બની આજ સંપૂર્ણ,

થઇ હકદાર બની અર્ધાંગિની મારા ભરથારની.

છે જળ આંખોમાં બધાંનાં,

ના લાવશો બહાર,

જોવું છે સ્મિત ‘ને હરખ સહુના ચહેરા પર મારે,

ઓ મારા માતા – પિતા…

આજે, એક જ છે આશ ને ઇચ્છા…

કે હે પ્રભુ!

કે આવતે જનમ તમારી જ દીકરી બની અવતરું…


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational