પ્રામાણિકતા-ઈશ્વરીય પરીક્ષા
પ્રામાણિકતા-ઈશ્વરીય પરીક્ષા


હે માનવ ! તું તો છે પરમાત્માનું એક અનોખું સર્જન..
કર્યું સર્જન એણે તારા મનનું અનેક ગુણોના સંગમ થકી..
પ્રામાણિકતા એક ગુણ છે એમાં સૌથી નોખો ને અનોખો..
કરી શકે છે તું રાજ દરેક મન પર એના થકી..
કરી શકે છે તું ઊભું એક આદર્શ વ્યક્તિત્વ એના થકી..
કરી શકે છે તું અનુભૂતિ પરમ સંતોષની એના થકી..
રોકશે મન તારું કદીક તને પણ તું સંભાળજે અવાજ તારા દિલડાંનો હંમેશ..
કરી લેજે યાદ તારા આ ભવ્ય માનવ અવતારને ને પામી લેજે આ સુંદર ભાવને..
કરજે વિચાર તારા માબાપનો, શું કરીશ તું
કલંકિત એમના કુળને અને આબરૂને ખોટા કામોથી..?
યાદ કરજે તારી માં ભોમને ને પૂછજે સવાલ તારા હૈયાને કે શું કરીશ તું ગદ્દારી તારી જન્મભૂમિ સાથે ખોટા કામોથી..?
બીજા સાથે તો પછી, પણ પહેલા તું કરીશ ગદ્દારી તારી
જાત સાથે ખોટા કામોથી..?
અવશ્ય છે કઠણ આ માર્ગ,
પણ હે માનવ..! પ્રયત્ન તો કર તું તો
ધારે એ કરી શકે છે ને..
એકવાર સન્માર્ગે ચાલવાનું શરું તો કર..
ખુદ ખુશ થઈ જશે આ જગતનો પાલનહાર..!
ઊઠ ને બનાવ સક્ષમ તારા આ મોજીલા મનને અને ખરો ઉતરી જા "પ્રામાણિકતા-ઈશ્વરીય પરીક્ષા"માં..!
જય હિન્દ..!