પોતાની ઓળખ ક્યારે ?
પોતાની ઓળખ ક્યારે ?
ચમકતી કાયા સદા રહી અલ્પ
અભિમાન છે તો શાનું ?
સુખરૂપી ધન સદા રહે પલ્પ
ગૌરવ રાખી એ શાનું ?
મજબૂત દેહ ના રહે છે નિત્ય
ઘમંડ રાખવું શાનું ?
આ મોહ માયા તો સુખ આપે અલ્પ
મોહ રાખવો છે શાનો ?
જીવનની ક્ષણો ક્યારે ખત્મ થશે
વ્યર્થ સમય છે શાનો ?
જીવન બીજાને દેખવામાં ગયું
પોતાની ઓળખ ક્યારે ?
