પળ પળ રંગ બદલે જિંદગી
પળ પળ રંગ બદલે જિંદગી
ખરેખર આ જિંદગી ખૂબ ખાસ છે,
ક્યારેક અંધકાર ક્યારેક ઉજાસ છે,
ક્યારેક જિંદગી કડવા કારેલા જેવી,
તો ક્યારેક એમાં સાકરની મીઠાશ છે,
રોજ નવી મુશ્કેલી નવો પડકાર છે,
તોયે જીતવાની હૈયે પ્રબળ આશ છે,
ક્યારેક સુખની વસંત ક્યારેક દુઃખની પાનખર,
કંઈ નથી એ તો સઘળો મનનો અહેસાસ છે,
ક્યારેક મળે કોઈને તૃપ્તિનો ઓડકાર,
તો કોઈના હૈયે મૃગજળ જેવી પ્યાસ છે,
પણ દિલથી જીવો તો આ જિંદગી ખાસ છે,
ઉત્સાહ વગરની જિંદગી જીવતી લાશ છે.
