STORYMIRROR

Dinesh soni

Inspirational

4  

Dinesh soni

Inspirational

પિતાજી

પિતાજી

1 min
422

ખુમારી ગજબની  ધરાવે  પિતાજી,  

ઉપાદી અસરની  ભગાવે  પિતાજી.


ભરી જાય જીવન ખુશીના સહારે, 

ખુશાલી અજબની અપાવે પિતાજી.


સહનશીલતાના ગુણો શીખવે પણ, 

નિશાની જખમની બતાવે પિતાજી. 


ચઢાવે ઉપર પાલન  કરી નિયમને,

અટારી  નિયમની  ચડાવે પિતાજી.


કરાવી મહેનત  દિલોજાનથી પણ, 

કસોટી  કરમની  હટાવે  પિતાજી.


ચળ્યો હોય આરોપ માથા ઉપર ને,

પનોતી  વખતની  કપાવે  પિતાજી.


ચલાવી હકૂમત નિભાવી પ્રજા 'દિન',

નિષ્ઠા પણ ફરજની સજાવે પિતાજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational