STORYMIRROR

Sharmistha Contractor

Romance

5.0  

Sharmistha Contractor

Romance

પીડ પણ મહક્યા કરે

પીડ પણ મહક્યા કરે

1 min
656


નજરું મહીં તોફાન એના ઉર તણા બહક્યા કરે,

બે હોઠને ખૂણે પછી કઇં સ્મિત રે મલક્યાં કરે.


છે ખાનગી આ વાત તોયે લોક છે જાણે બધું ?

શું રાત-દિન આ વાત કે'તો વાયરો ફરક્યા કરે ?


છે પાંપણોની પાળમાં કઇં કેદ અરમાં દિલ તણાં,

જે સામટા ધરબ્યા દિલે એ રાઝ થઇ તપક્યા કરે.


એના જવાની વેદના તડપી રહી આ અંગને,

દિલદારના વિરહે હવે દિલ એકલું ધડક્યા કરે.


દિલમાં રહી, હસતે મુખે, માણી રહો જ્વાલા-અગન,

કે પ્રીત થઇ જો બ્હાવરી તો, પીડ પણ મહક્યા કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance