ફૂલોને જગાડે આ સવાર
ફૂલોને જગાડે આ સવાર
તાજા જન્મેલા બાળક જેવી ખિલખિલાટ હસતી આ સવાર,
જગતને નવી ઊર્જા પ્રદાન કરે આ સવાર,
નયનરમ્ય વાતાવરણ સર્જીત કરે આ સવાર,
સમગ્ર વાતાવરણને મહેકતું બનાવે સવાર,
પંખીઓનાં બદનમાં નવી તાજગી ભરી,
નવો ટહુકો આપે આ સવાર,
ગાઢ નિદ્રામાં સૂતેલા નાના બાળક જેવા ફૂલોને,
માતાના પ્રેમાળ સ્પર્શથી જગાવે આ સવાર,
વાતાવરણને મહેકતું બનાવે આ સવાર,
કંઈ પણ વળતરની અપેક્ષા વગર સૌનું જીવન સુંદર બનાવે આ સવાર,
થોડાક કલાકો જીવંત રહે પણ તોય,
નવી તાજગી નવો ઉલ્લાસ આપે આ સવાર,
સૃષ્ટિને સુંદરતા અને ભવ્યતા આપે આ સવાર,
રોજ ઊગે અસ્ત પામે તોય ફરી ઊગે આ સવાર.
