ફૂલ ચૂકવું
ફૂલ ચૂકવું
સદભાવ આપનો, બદલમાં ફૂલ ચૂકવું,
કેવી રીતે કહો,બધાંનું ઋણ ચૂકવું!
આદર અને સન્માન બધાં એટલાં મળ્યાં,
કે એટલામાં મારૂં આખું કૂળ ચૂકવું.
જીવનમાં જે કંઈ છે, બધી તારી છે કૃપા;
હું તો ખુદા નથી કે આમૂલ ચૂકવું.
સૌથી પ્રથમ તો માનવો મા - બાપનો કરમ,
એ પ્રેમ આપતાં રહે, હું ભૂલ ચૂકવું.
ચાહું કદીય એવી તો ફિતરત ન દે ખુદા,
કે શૂળના બદલામાં પાછી શૂળ ચૂકવું.
