STORYMIRROR

DrFirdausd Ji

Classics Inspirational

0.8  

DrFirdausd Ji

Classics Inspirational

રાખ્યો છે

રાખ્યો છે

1 min
27.7K


હરવખત આમતેમ રાખ્યો છે,

તેં મને સ્પામ જેમ રાખ્યો છે.

શુક્રિયા કે ગઝલના સ્વરકારે,

શબ્દને હેમખેમ રાખ્યો છે. 

જીવતો છું તો એનું કારણ છે, 

થોડી કરવાને રહેમ રાખ્યો છે. 

છે ભરોસા ઉપર ભરોસો, પણ;

મનમાં થોડોક વ્હેમ રાખ્યો છે. 

અમે ગાલિબ નથી, વિધાતાએ;

થોડો દેખાવ સેમ રાખ્યો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics