ફરી પાછું
ફરી પાછું


ઘણું કહેવું છે, ભરાયું છે,
મનમાં આજ ફરી પાછું,
નથી રાખવુ મનમાં,
ઉલેચી નાખવું છે આજ ફરી પાછું.
તાળા લાગી ગયા છે,
જે હદયમાં મારા માટે,
ટકોરે છે એને હદય મારું,
આજ ફરી પાછું.
સમય વગરની શુષ્કતાના,
રણમાં 'નિપુર્ણ'
નદી બની સમાઈ જવું છે,
આજ ફરી પાછું.