STORYMIRROR

Vrunda મોહ પ્રિયા

Romance

3  

Vrunda મોહ પ્રિયા

Romance

ફક્ત એક વાર

ફક્ત એક વાર

1 min
247

હા બેસ ને જરા બાજુમાં,

તારા ખોળામાં સુવા માંગુ છું,

આ હાથ તારા જરા ચૂમવા માંગુ છું,

આવ જરા વ્હાલ તો કર મને.


હા હજુ પણ તારા પ્રેમમાં ડુબવા માંગુ છું,

હા છેલ્લા શ્વાસ સુધી બસ,

તારી જ રાહ જોવા માંગુ છું.


હા બેસ ને જરા બાજુમાં,

તારા ખોળામાં ખુબ રડવા માંગુ છું,


હળવેથી ફેરવને ફરી મારા માથા પર હાથ,

મારી પીઠ થાબડ ને ફરી આજ,

હું ફરી ડુસકા ભરી ને રડવા માગું છું.


હા ફક્ત એક વાર કર વ્હાલ મને

હું ફરી તારા વ્હાલમાં જીવવા માંગુ છું,

હા બેસ ને જરા બાજુમાં,

તારા ખોળામાં સુવા માંગુ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance