આવી જા ને
આવી જા ને
એ આવ્યા આજ મન મૂકી ને ફરી એજ મજધાર પર,
ચાલી હતી જિંદગી જ્યાં એ કાંટાની વાડ પર,
કેમ રહી અધૂરી આ જીવનની સફર,
ના પ્રેમ ના સાથ ના કોઈ હમસફર,
હું તો ચાહતી રહી અત્યંત તને પ્રેમથી
તું ના ચાહી શક્યો મને ફક્ત એક નજર,
આવી જાને પાછો જો બની શકે તો તું
જો હું તૂટી રહી છું ભોગવી એકલતાની સફર,
મને યાદ છે એ તારું આવવું મુજ જીવનમાં
એ પ્રેમની આપલે કરી હતી જે સફરમાં,
તારો હાથ તારો સાથ તારું એ પ્રેમ ભર્યું ચુંબન
આવી જા ને પાછો જીવાડી દે મને આ જીવન.