STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

ફિલ્મ

ફિલ્મ

1 min
223

દિવસો પણ એ હતા જ્યારે થિયેટરમાં જતાં

સારી સારી ફિલ્મોનો એ દોર‌ માણતાં,


એક એક રૂપિયાની ટિકિટ માટે

લાંબી લાંબી કતારોમાં ઊભા રહેતાં 


મજા તો એ જમાનામાં હતી

ઉત્સાહ ફિલ્મ જોવાનો હતો,


ના સ્ટોરી ખબર ના કોઈ એવી માહિતી

બસ એક્ટરના નામ પર ફિલ્મ જોવા જતાં,


સંગીત એવું મધુરું સુંદર લાગે

ફિલ્મી ગીતો મનમાં ગણગણતાં,


એ દિવસો પણ કેવા સરસ હતાં ?

છ મહિને ફિલ્મ જોવા જતાં,


યાદગાર ફિલ્મો બનતી, પ્રેક્ષકોને પણ ગમતી

રેડિયો પર મધુર ફિલ્મી ગીતો સાંભળતાં,


અમે જુની પુરાણી ફિલ્મોના શોખીન

આજે પણ ફિલ્મી ગીતો સાંભળતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama