STORYMIRROR

Hemisha Shah

Classics Children

4  

Hemisha Shah

Classics Children

પહેલાના એ બાળકો ક્યાં છે ?

પહેલાના એ બાળકો ક્યાં છે ?

1 min
399


પહેલા તલના તેલની માલિશથી કસાતા, 

અત્યારે ઓલિવ ઓઇલ વાપરતા, 

પહેલાના એ બાળકો ક્યાં છે ? 


પહેલા જે બનાવ્યું એ જમતા, 

વડીલ સાખે મોટા થાતાં, 

અત્યારે પીઝા પાસ્તા ખાતા,

પહેલાના એ બાળકો ક્યાં છે ?


પહેલા સંતાકુકડી રમતાં,

ઝાડ પર એક ઠેકડે ચડતા, 

અત્યારે જિમ જતા, 

પહેલાના એ બાળકો ક્યાં છે ?


પહેલા વાર્તાનું વાંચન કરતા, 

અત્યારે મોબાઈલમાં માથું ઘાલતા,

પહેલાના એ બાળકો ક્યાં છે ?


પહેલા મેળામાં મોજ કરતા, 

જંગલમાં રોજ ફરતા, 

અત્યારે ટીવી ચાલુ રોજ કરતા,

પહેલાના એ બાળકો ક્યાં છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics