STORYMIRROR

Rekha Patel

Inspirational

3  

Rekha Patel

Inspirational

ફાસ્ટ ફૂડ પરિણામ

ફાસ્ટ ફૂડ પરિણામ

1 min
130

જિંદગી કેવી ફાસ્ટ બની ગઈ છે આજે ? 

નાના મોટા સૌને ભાવે છે ફાસ્ટ ફૂડ આજે,

 

પીઝા, બર્ગર, ચીપ્સ ને કોલ્ડ્રીંક જોઈ, 

ખાધા વગર કેવી રીતે રહી શકાય આજે ? 

આવે તેમાં મેંદો, ચીઝ, બટર ને સુગર, 

સુંદર દેખાવ એનો, ખાવા લલચાય આજે,

 

નથી ગમતું ભારતીય ખાણું તેમને, 

લાડુ, લાપસી તો કેમ ખવાય આજે ? 

નુકસાન બન્ને બાજુનું થાય તેમને, 

દેશનાં પૈસા ન રહે દેશમાં આજે,

 

સ્વાસ્થનાં મામલે જુલમ કરીને, 

પરિણામ જાણે છતાં ન છોડાય આજે,

 ખબર છે ? મેંદો ખરાબ ઘણી વસ્તુ છે, 

તે ચોંટી રહે છે આંતરડામાં પથ્થરની જેમ આજે,

 

પચાવવા જરૂર પડે છે સાથે કોલ્ડ્રીંકની, 

નુકસાન કરી ચડે પગથિયાં હોસ્પિટલનાં આજે,

 

ડોક્ટરો ને નર્સ ઘણી કરે ભલામણ તેમને, 

ફાસ્ટ ફૂડ ન ખાશો જીવનભર, મંત્ર એવો આપે,

 

સુઈ જવું પડે હોસ્પિટલમાં, ચડે બાટલા ને નર્સ આપે ઇંજેક્શન,

ખેલ જીવન મરણનો રચાય છે આજે,

 

હવે તો હું હાથ ન લગાડું ફાસ્ટ ફૂડને જીવનમાં, 

"સખી" માફી સૌની માગી નવું જીવન મેળવું હોસ્પિટલમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational