STORYMIRROR

Tanvi Tandel

Inspirational

3  

Tanvi Tandel

Inspirational

પગથિયું

પગથિયું

1 min
873


ભીતર જ્યારે પ્રસરતું નિરાશાનું અંધારું,

બેસીશ ના તું હારીને લઈ આંખોમાં ચોમાસું..


નિષ્ફળતા કંઈ કેટલીય વેઠી ગૂંથ્યું કરોળિયા એ જાળું,

ઉઠી નવા જોમથી શોધ તું નવું પગથિયું આશાનું..


બનીને નિસરણી માવતરે જીવન સુવિધાઓથી ભર્યું,

ગુરુ ઓએ હાથ ઝાલી કર્યું માર્ગે અનેરું ઉજિયારું.


જીવન છે સુખ દુઃખનું પરિવર્તનશીલ કુંડાળું,

ગંજીફાની રમતમાં આવે કાઈ દરેક વખતે એક્કાનું પાનું ?


હાર જીત દરેક રમતનું છે નક્કી જમા પાસુ..

ઉઠી નવા ઉત્સાહથી શોધ તું નવું પગથિયું સફળતાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational