પારકાં- પોતાનાં
પારકાં- પોતાનાં
શબ્દોથી કાંઈ બધુંજ કહેવાય નહિ,
દિલમાં સંઘરીએ જો તો રહેવાય નહિ,
દરેકની પરસ્થિતિ સહજ કળાય નહિ,
પરસ્પર પ્રેમ વિનાની એ બદલાય નહિ,
સુખ દેખીને કોઈનું મન હરખાય નહિ,
દુઃખ દેખીને કોઈનું મન અકળાય નહિ,
કદી નૈનની ભાષા નૈનથી વંચાય નહિ,
જાત અનુભવ વિના કૈં સમજાય નહિ,
હોય પોતાના એને કદી દુઃખ થાય નહિ,
પારકાં વળી પોતાનાં સાવ ગણાય નહિ.
