STORYMIRROR

Harshida Dipak

Inspirational

2  

Harshida Dipak

Inspirational

પાંખમાં..

પાંખમાં..

1 min
14.2K


અગાસીયે ઢોલિયે સૂતી હતી 

ખુલ્લુ આકાશ 

તારાનું ટમટમ

ચંદ્રનો પ્રકાશ 

ભીતરમાં ઉઘડયો છે ભીનો અવાજ 

ચાલ આજ હવે તું 

ખુલ્લા આકાશમાં 

ઉડવાને ખોલ તારી પાંખ 

આવ તારી પ્રીતસભર દુનિયાને સજાવ મારી સાથ 

અને... જાણે કે...

હાથ મારો પકડ્યો ,

પાંખ ખોલી ફરફરતી 

ઝરણાંના કલકલમાં વ્હેતી

પર્વતની ટોચે પડઘાતી 

દરિયાના મોજમાં ડૂબતી 

ધરતીપર લીલુડી લહેરાતી 

ઉભી રહી ઉગમણે દ્વાર 

ખેતર વચ્ચોવચ્ચ 

ભરીને પીધું આખું આકાશ 

મેં --- મારી ----

શૃંગમસ્ત પાંખમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational