STORYMIRROR

urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

પાંદડું

પાંદડું

1 min
40

ડાળી પરથી છૂટું પડેલું પાંદડું,

પ્રફુલ્લિત થયું આઝાદીના કેફમાં,

પવનની દિશામાં પતંગ બની,

ઉડી રહ્યું છે ઊંચે આભમાં.


સાથીદારોને અંગૂઠો બતાવી,

મદમસ્ત બની ફરે છે વેગમાં,

દુષ્ટ પવનની દિશા બદલાઈ,

તો પણ ઉડી રહ્યું છે ઘેનમાં.


બમણા વેગથી નીચે પછડાયું,

કાદવ કીચડના થરમાં કચડાયું,

છેક ત્યારે આવ્યું એ ભાનમાં,

ડોર વગરની પતંગ નકામી,

સમજી ગયું પાંદડું સાનમાં.      


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational