STORYMIRROR

Naresh Trivedi

Drama

3  

Naresh Trivedi

Drama

પાછું વળી જોયું નથી

પાછું વળી જોયું નથી

1 min
13.5K


દરિયાની એ મઝધાર હો પાછું વળી જોયું નથી,

તલવારની છો ધાર હો પાછું વળી જોયું નથી,


ખાવા પડ્યા છે જો તમાચા ખાઇ લીધા ગાલ પર,

કે પીઠ પાછળ માર હો પાછું વળી જોયું નથી,


લાગ્યું મને જ્યાં યોગ્ય ત્યાં મેં ઝંપલાવ્યું છે જ ભૈ,

તકરાર હો કે પ્યાર હો પાછું વળી જોયું નથી,


મેં એકલા હાથે ય દોસ્તો!

બહુ લડાઇઓ લડી,

સામે ભલે બે-ચાર હો પાછું વળી જોયું નથી,


"યા હોમ"નું એ સૂત્ર લઇ ચાલ્યો જ છું હંમેશ હું,

એ જીત હો કે હાર હો પાછું વળી જોયું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama