STORYMIRROR

Naresh Trivedi

Others Romance

3  

Naresh Trivedi

Others Romance

પ્યાર તો પ્યાર છે

પ્યાર તો પ્યાર છે

1 min
26.1K


પ્યાર શું ના કરે ? પ્યાર તો પ્યાર છે,

બુધ્ધિ પાણી ભરે, પ્યાર તો પ્યાર છે.


ચીજ આ છે જ એવી તને શું ખબર ?

દુનિયા આખી મરે, પ્યાર તો પ્યાર છે.


કોઇ તલવાર ખેંચે, ના ડરે કદી,

લોક માથું ધરે, પ્યાર તો પ્યાર છે.


દોડવાની જરૂરત ક્યાં ? થઈ જાય એ

ગામના પાદરે, પ્યાર તો પ્યાર છે.


નગ્ન છે સત્ય આ, પ્યારને જોઇને,

જ્ઞાન પણ થરથરે, પ્યાર તો પ્યાર છે.


Rate this content
Log in