કવિતા
કવિતા
તું યે વનરાવનમાં જા ને!
'રાધા' ભાસે પાને પાને,
વાતે વાતે કે' છે દુનિયા,
તારી માના સોગન ખાને!
દુશ્મન મારે એવું છે તો,
લેતો જા મારા જેવાને,
સઘળા ભેદો જાણું છું હું,
શું ચાલે છે અંદરખાને?
જાવું છે તારે પર્વત પર ?
બેઠો છે કાં? ઊભો થા ને,
તું તારે ઈર્ષ્યા કરતો જા,
થાશે શું મુજ આવરદાને?
અસલી શૂરાતન જોવું છે?
ખોલો રાણા- ભામાશાને,
દુખડાં આવી પ્હોંચે ત્યારે,
રાખે હોઠે અંબે માને,
રા' શેની જોવે છે વાલમ !
આવ્યો છે તું મળવા શાને?
