છૂટકો
છૂટકો
1 min
14.4K
હવે ખુદાએ વીફર્યે જ છૂટકો,
ને હેઠ એમણે ઊતર્યે જ છૂટકો.
ક્યાં જેવી તેવી બિમારી છે મને ?
પ્રણયનો રોગ છે, મર્યે જ છૂટકો.
ગમે કે ના ગમે એ વાત છે જુદી,
આ ભવસમંદરે તર્યે જ છૂટકો.
ભલે ને હાલ એ ચમકતો હોય પણ,
ઘી ખૂટ્યે દીપને ઠર્યે જ છૂટકો.
ઉકેલમાંય જોખમો ઘણા જ છે
ઘણા દુ:ખો સહન કર્યે જ છૂટકો.
