ઓળખાણ કરી લઈએ
ઓળખાણ કરી લઈએ
મારગે મળ્યા તો નિત્ય નવી ઓળખાણ કરી લઈએ.
બે ચાર મીઠી મધુર નવી વાતો યાદ કરી લઈએ.
સંસ્કાર, સંસ્કૃતિ ને પરંપરાઓની વાત કરી લઈએ.
જન જન સુખી થાય એ સંકલ્પ યાદ કરી લઈએ.
સ્નેહ, વિશ્વાસ ને સત્કર્મોનો સરવાળો કરી લઈએ.
કુરિવાજ, અંધશ્રદ્ધાને વહેમની બાદબાકી કરી લઈએ.
ક્રોધ, અહંકાર ને લાલચનો સદાય સર્વનાશ કરી લઈએ.
મારગે મળ્યા તો નિત્ય નવી ઓળખાણ કરી લઈએ.
રામાયણ,ગીતા ને મહાભારતનો સાર યાદ કરી લઈએ.
સત્યને ધર્મનો જ વિજય થાય એ વાત યાદ કરી લઈએ.
ગાંધીજી, સરદારજી ને વિનોબાજીના કાર્યોને યાદ કરી લઈએ.
માનવધર્મ ને સદ્ ભાવનાની થોડી વાત કરી લઈએ.
ગંદકી, ગરીબી ને ભ્રષ્ટાચાર ને નાબૂદ કરી લઈએ.
કૌશલ્યશિક્ષણ થકી આજ નવનિર્માણ કરી લઈએ.
બાળ મજૂરી, બાળ વિવાહનો ત્યાગ કરી લઈએ.
દિકરો દીકરી સૌ કોઈ ભણે એવી વાત કરી લઈએ.
પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનની વાત કરી લઈએ.
સ્વચ્છ ભારત અભિયાનને હવે સાકાર કરી લઈએ.
શિક્ષણની જ્યોત જલાવી શુભ કાર્ય કરી લઈએ.
મારગે મળ્યા તો નિત્ય નવી ઓળખાણ કરી લઈએ.