STORYMIRROR

Katariya Priyanka

Romance

4  

Katariya Priyanka

Romance

નવપરણેતર

નવપરણેતર

1 min
334

તું જયારે વ્હાલથી મારું લલાટ ચૂમે,

ને મારું કુમકુમ તિલક મહેકી ઉઠે.


તું જયારે આપી અવાજ રાહ જુએ,

ને મારા પગની પાયલ છનકી ઉઠે..


તું પ્રેમથી મારો હાથ તારા હાથમાં લે,

ને મારા હાથના કંગન રણકી ઉઠે.


આંખોના ઈશારે તું સ્પર્શે મને,

ને મારા કાજલભર્યા નૈન શરમાઈ ઉઠે.


શણગાર સજુ હું રોજ તારા કાજે,

બનું હું રોજ તારી નવપરણેતર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance