નવી નવેલી નાર
નવી નવેલી નાર
પાયલના ઝંકાર કરતી,
આવી નવેલી નાર,
રૂમઝૂમ રૂમઝૂમ ડગ ભરતી,
કોડે ભરેલી નાર,
હોઠે લાલી ગાલે ખંજન,
ભાલે કંકુ શોભતી,
માથે અંબોડો ગજરો શોભે,
લટક મટક એ ચાલતી,
હાથમાં કંગન ખન ખન બોલે,
બનારસી સાડી માં શોભતી,
નયી નવેલી નાર આજ,
સહુ નું દિલ જીતતી,
મુખે સરસ્વતી મિત ભાષી,
મંદ મંદ સ્વરમાં ગાતી,
કોયલ જાણે આંગણે આવી,
સૌના મુખ કમળ ખીલવતી,
નયી નવેલી નાર આજ,
સહુ ના દિલ જીતતી..
