નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષાભિનંદન
ઊગતા સૂરજને હું નિહાળી રહ્યો છું,
મારા તન મનને પવિત્ર હું કરી રહ્યો છું,
માતા પિતાના શુભ આશિષ મેળવીને,
હું નૂતન વર્ષને પ્રેમથી આવકારી રહ્યો છું.
નવરંગી સજાવટને હું માણી રહ્યો છું,
રંગબેરંગી દીપકોને પ્રગટાવી રહ્યો છું,
આનંદભર્યા માહોલમાં મગ્ન બનીને,
હું નૂતન વર્ષને પ્રેમથી આવકારી રહ્યો છું.
શરણાઈના સ્વરોથી હું થનગની રહ્યો છું
સ્નેહીજનોને ભાવથી વંદન કરી રહ્યો છું,
સૌને હૃદયપૂર્વક લાગણીથી ભેટીને,
હું નૂતન વર્ષને પ્રેમથી આવકારી રહ્યો છું.
સૌને બે હાથ જોડી વંદન હું કરી રહ્યો છું,
વેર, ભાવ અને ઈર્ષાને સદા ભૂલી રહ્યો છું,
સપનાઓ સાકાર કરવાનો સંકલ્પ કરીને,
હું નૂતન વર્ષને પ્રેમથી આવકારી રહ્યો છું.
પ્રેમજ્યોત હૃદયમાં હું પ્રગટાવી રહ્યો છું,
માનવસેવા જીવનમાં અપનાવી રહ્યો છું,
શ્યામના ચરણોમાં શીશ નમાવીને "મુરલી",
હું નૂતન વર્ષને પ્રેમથી આવકારી રહ્યો છું.