નથી દેતાં
નથી દેતાં
મળી યાદો હવે ગજવે એ ભરવા પણ નથી દેતાં,
નહીં જીવી શકું જાણીને મરવા પણ નથી દેતાં.
સમય આવ્યે ફરી જાશે નથી કરવી અહીં વાતો,
લખેલા લેખ મિથ્યા થાય? ઠરવા પણ નથી દેતાં.
સરી જાશે સમયની જેમ મુઠ્ઠીમાંથી અવસર જ્યાં,
પ્રસંગો આવશે ત્યારે જ ધરવા પણ નથી દેતાં.
નવી શરતો હતી સધળી લખાવેલી, છતાં એ તો,
લખી નાખ્યું પછી એ ચેક કરવા પણ નથી દેતાં.
તમે ખાલી વચન પાળી બતાવોને પછી જોશું,
ભલે ત્યારે કરો કોશિશ, ફરવા પણ નથી દેતાં.
