STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

નફરત કોઈને કરશો નહીં

નફરત કોઈને કરશો નહીં

1 min
10

કોઈનું દિલ તૂટે એવું બોલશો નહીં,

પ્રેમ ને પૈસાને ત્રાજવે તોલશો નહીં,


કોઈ પોતાનું રિસાઈ તો મનાવી લેજો,

સંબંધોમાં તમે વટ કદી કરશો નહીં,


હસી ખુશીથી રહેજો સૌની સાથે તમે,

જીવનમાં નફરત કોઈને કરશો નહીં,


ભૂલ થાય તો માફ કરી દેજો સૌને,

દિલમાં કોઈના માટે વેર રાખશો નહીં,


હળીમળીને રહેજો સૌ સાથે તમે,

મારા તારાના ભેદભાવ રાખશો નહીં,


ફક્ત ચાર દિવસની છે આ જિંદગી,

એને નકામી વાતોમાં વેડફશો નહીં,


ઈશ્વર સ્મરણ સદા સુખ દેનારું છે,

પૈસા પાછળ આંધળી દોટ મૂકશો નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational