નજર
નજર
નજરથી નજર મળીને નયન ઢળી ગયાં.
ઝૂકી ગઈ પાંપણોને એકમેક ભળી ગયાં.
ન થઈ શકી વાત કશીએ જુબાં ખામોશ!
અંતરે સળવળ્યું કેટલું મુરાદ કળી ગયાં.
ના પરિપ્રશ્ન સુધ્ધાંયે ઉદભવી શક્યો વળી,
જાણે કે એકીસાથે કિસ્મત તો ફળી ગયાં.
ના થઈ શક્યું નક્કી હર્ષ શોક કે ઉલઝન,
રખેને ઉરથી ઉરને સહજ સાંકળી ગયાં.
ગતિ મનની મંથર બની શનૈ: શનૈ: વિકસી,
અંતરના ઉચાટને ઉમંગથી ઝળહળી ગયાં !

