STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

નીકળે

નીકળે

1 min
209

આખી રાત સપના સળગ્યા હશે,

નહીં તો સવારમાં આટલો ઉજાસ ના નીકળે.


પીડાની લાગણીનો કિલોગ્રામમાં મપાતી નથી,

નહીં તો ઘાયલ મનના પુરાવા ભારોભાર ના નીકળે.


સ્મિતસભર ચહેરાની વ્યથા ક્યારેય ન સમજાય,

હંમેશા આંસુ વરાળ બની હાસ્ય સાથે નીકળે.


નિષ્ફળ વ્યક્તિઓ પાસે કારણો નીકળે,

સફળ વ્યક્તિઓ પાસે તારણો નીકળે.


જવને ફોલીએ તો તેમાંથી ઘઉં નીકળે,

ભીડને તરાશીએ તો પારકામાંથી પોતાના નીકળે.


ચિત્રમાં જેવા રંગો પૂરીએ તેવું નિખરે,

બહુ રૂપિયાથી રંગાયેલો માણસ બહુરૂપી નીકળે.


જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય તો,

મનના વળાંકો ખતરનાક નીકળે.


અરથી બીજાના ખભાના સહારે નીકળે,

પણ જિંદગી તો પોતાના ખભાના સહારે જ નીકળે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational