STORYMIRROR

Katariya Priyanka

Inspirational

3  

Katariya Priyanka

Inspirational

નિઃસ્વાર્થ પ્રેમ

નિઃસ્વાર્થ પ્રેમ

1 min
143

જો હું તને મારો માલિક માનું,

તારી બધી જ વાતોમાં,

હા માં હા ભરું...

તારી સેવા કરવા,

પૂરી તત્પરતા દાખવું...


સંપૂર્ણ નિષ્ઠાથી,

મારી જવાબદારી નિભાવું...

પૂરી પ્રમાણિકતાથી

તને પ્રેમ કરું...


તે કહેલા કડવા બોલ,

ચૂપચાપ સાંભળું...

તારા સન્માન ખાતર,

ખુદનાં આત્મસન્માનને છળું...


તો કદી ન માનીશ કે,

 હું આલતું ફાલતું કે,

તારું પાલતું પ્રાણી છું...!


માત્ર એટલું સમજજે,

આ માત્ર ને માત્ર,

મારો નિઃસ્વાર્થ પ્રેમ છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational