STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

નહીં ખપે...

નહીં ખપે...

1 min
237

સાગર જેટલી લાગણી જોઈશે,

ખોબો ભરીને નહીં ખપે,


સૂરજ જેવો અજવાસ જોઈશે,

નાની જ્યોત નહીં ખપે,


આંખોમાં સપનાનું આંજણ જોઈશે,

કોરી આંખ નહીં ખપે,


મોઢા ઉપર સ્મિતનું લીપણ જોઈશે,

રાવ ફરિયાદ નહીં ખપે,


સ્નેહથી છલોછલ હદય જોઈશે,

સૂકો વ્યવહાર નહીં ખપે,


હેતના શણગારથી સજાવેલું ઘર જોઈશે,

ચાર દિવાલ નહીં ખપે,


પ્રેમની મીઠી મહેંક જોઈશે ,

ખાલી ફૂલની સુગંધ નહીં ખપે,


ચાંદની ઉજળી શીતળતા જોઈશે,

રાતની સ્તબ્ધતા નહીં ગમે,


રાહમાં અવિરત સાથ જોઈશે,

એકલી મંઝિલ નહીં ખપે,


સંબંધમાં આપણા પ્રાણ જોઈશે,

ખાલી પ્રાણવાયુ નહીં ખપે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance