નહિ મળે
નહિ મળે


નયનને વરસ્યા વિના હરિ નહિ મળે.
આત્મા ઓળખ્યા વિના હરિ નહિ મળે.
હોય જો ઝંખના એને પામવા સતત,
દિલના તાર જોડ્યા વિના હરિ નહિ મળે.
વાસ એનો જીવમાત્રમાં હોય છે નક્કી,
પ્રત્યેકમાં પરખ્યા વિના હરિ નહિ મળે.
અપાર છે કરુણા એની સદાય વરસતી,
ગુનાઓને કબૂલ્યા વિના હરિ નહિ મળે.
પ્રેમસાધ્ય છે પરમેશ અધિકારી પામતા,
અંતરને વલોવ્યા વિના હરિ નહિ મળે.
સર્વવ્યાપી સર્વેશ્વર સઘળે સુલભ શિવ,
હેતથકી બોલાવ્યા વિના હરિ નહિ મળે.